રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ ભરૂચ પોલીસ એક્શનમાં શહેરના બાગ-બગીચા ધાર્મિક સ્થળોનું ચેકિંગ હાથ ધર્યું

ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળોતેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું

New Update
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ ભરૂચ પોલીસ એક્શનમાં શહેરના બાગ-બગીચા ધાર્મિક સ્થળોનું ચેકિંગ હાથ ધર્યું

આગામી તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભુમી ખાતે યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને એક તરફ આખો દેશ રામમય બની ગયોછે. ત્યારે આ સમયગાળામાં કોઇ અસામાજિક તત્વો દ્વારાશહેર-જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ તંત્ર પણ હવે સતર્ક બન્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ધાર્મિક કાર્યક્રમને લઇને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સુચના આપી છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને ભરૂચ એસઓજી તેમજ બોમ્બડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમ તેમજ ડોગ સ્કવોર્ડની ટીમો દ્વારા શહેરની જિલ્લાની બાગ-બગીચા, વાઇટલઇન્સ્ટોલેશન, ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળોતેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું. ટીમોએ સંદિગ્ધ સામાનોની તપાસ પણ કરી હતી. પોલીસ દ્વારા અચાનક કરાયેલી કામગીરીને લઇને એક સમયે લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. જોકે, બાદમાં લોકોએ પણ પોલીસને સહકારઆપ્યો હતો.

Latest Stories