જુના ભરૂચ વિસ્તારમાં રૂ. 2 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

ભરૂચ શહેરના જુના વિસ્તારમાં રૂ. 2 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જુના ભરૂચ વિસ્તારમાં રૂ. 2 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...
New Update

ભરૂચ શહેરના જુના વિસ્તારમાં રૂ. 2 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુધ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહ્યા છે, ત્યારે જુના ભરૂચ શહેરના વોર્ડ 7,9 અને 11માં વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું રૂ. 2 કરોડના ખર્ચે રોડ-રસ્તા, પેવર બ્લોક, ગટરલાઈન સહિતના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તદુપરાંત શહેરી વિસ્તારમાં આવનારા સમયમાં રૂ. 1.34 કરોડના બાકી રહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ પુરી થતા તાત્કાલિક શરૂ કરી દેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેરના જુના વિસ્તારોમાં આવેલી ખુલ્લી કાંસોની સફાઈ કામગીરી સાથે બોક્ષ ગટરની કામગીરી પણ આવનાર સમયમાં હાથ ધરવામાં આવશે, જેનાથી લોકોને ગંદકીના સામ્રાજ્યથી છુટકારો મળશે. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરપાલિકાના વોર્ડ 7,9 અને 11માં વોર્ડના ચૂંટાયેલા સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Gujarat #CGNews #Old Bharuch #Development works #area #MLA Ramesh Mistry
Here are a few more articles:
Read the Next Article