અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ચુંટણીમાં સામાન્ય વિભાગની 8 બેઠકો માટે 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાય રહ્યો છે જેમાં આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત સત્તાધારી સહયોગ પેનલ અને સામે નવી રચાયેલી વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરીમાં સત્તારૂઢ પક્ષ ના એક – એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જનરલ કેટેગરીની આઠ બેઠક માટે મતદાન કરાવવામાં આવ્યું હતું. સહયોગ પેનલના 8 ઉમેદવાર સામે વિકાસ પેનલના 5 ઉમેદવારના ભાવિ નકકી કરવા માટે આજે સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મતદાન બાદ 3 વાગ્યા પછી મતગણતરી યોજાશે.પ્રતિ વર્ષ 10 સભ્યો માટે યોજાતી ચૂંટણીમાં ચાલુ વર્ષે રિઝર્વ કેટેગરીના 1 અને કોર્પોરેટ કેટેગરી માં 1 બેઠક તેમજ 8 જનરલ કેટેગરી ની બેઠક માટે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ફોર્મ ભરી પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું.કોર્પોરેટ કેટેગરીમાં પરાગ શાહ અને રીઝર્વ કેટેગરીમાં કે. શ્રીવત્સન બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા જો કે જનરલ કેટેગરીમાં સત્તાપક્ષ સામે પ્રથમ વખત વિકાસ પેનલ મેદાનમાં આવી છે. જેમના 8 ના બદલે 5 ઉમેદવાર ઉભા રાખ્યા છે.ચાલુ વર્ષે એઆઇએમાં સત્તાધારી પેનલના ઉમેદવારો સામે અન્ય પેનલે પણ ઉમેદવારોને ઉભા રાખી જંગને રસપ્રદ બનાવી દીધો છે.