Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરની શાળામાં ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, 230 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એસેન્ટ સ્કૂલના પટાંગણમાં ભરૂચ જિલ્લા ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

અંકલેશ્વરની શાળામાં ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 230 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એસેન્ટ સ્કૂલના પટાંગણમાં ભરૂચ જિલ્લા ઇન્ટર સ્કૂલ પરેડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની 10 સ્કૂલના 230 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.ખાસ કરીને આ પરેડ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ વધુ જોડાય હતી. પરેડમાં એવીસીટી જવાનોએ નાડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર થતી પરેડની ઝાંખી કરાવી હતી.આ સ્પર્ધામાં વિજેતા સ્કૂલોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ સ્કૂલ પરેડ કમાન્ડર વિદ્યાર્થીને પણ ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

Next Story