“કૌરવ-પાંડવ” ફૂલ : અંકલેશ્વર-અંદાડાના ખેડૂતે દુર્લભ ગણાતા કૃષ્ણ કમળ વેલની વાવણી કરી, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ

કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે.

New Update
“કૌરવ-પાંડવ” ફૂલ : અંકલેશ્વર-અંદાડાના ખેડૂતે દુર્લભ ગણાતા કૃષ્ણ કમળ વેલની વાવણી કરી, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ

કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે. તેને અંગ્રેજીમાં પેશન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને કેટલાક લોકો તેને જુનૂન ફૂલ તરીકે પણ ઓળખે છે. હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના ખેડૂત શશીકાંત પરમારે પોતાના ખેતરમાં દુર્લભ ગણાતી કૌરવ-પાંડવ ફૂલની વેલ ચઢાવી છે.

હાલમાં આ વેલ ઉપર આકર્ષક ફૂલો આવ્યા છે. આ ફૂલને પહેલીવાર જોઈને મંત્રમુગ્ધ થઈ કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે.જવાય છે. આ ફૂલ જોવામાં સુંદર તો લાગે જ છે, સાથે જ હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે. આ ફૂલનો આકાર જોઈને તેમાં મહાભારતના તમામ મહત્વના પાત્રો સમાયેલા હોવાની પ્રતીતિ થાય છે. આ ફૂલમાં 100 જાંબલી પાંદડા છે, જે કૌરવોનું પ્રતીક છે. પાંખડીઓની ટોચ પર 5 લીલા બીજ છે, જે પાંડવોનું પ્રતીક છે.

આ ફૂલની બહારની પાંખડીઓ જાંબલી, લાલ કે, સફેદ રંગની હોય છે. તેની સંખ્યા 100 હોવાના કારણે તેને કૌરવ કહેવામાં આવે છે. તેના પર 5 કળીઓ છે, જેને પાંડવો કહેવામાં આવે છે. આ સિવાય 5 કળીઓની ઉપર 3 કળીઓ છે, જેને બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતીક માનવામાં આવે છે.

એટલે આ ફૂલ પ્રભુ શ્રીરામ અને શ્રીકૃષ્ણને ચઢાવવામાં આવે છે, ત્યારે ખેડૂત શશીકાંત પરમાર આ કૌરવ-પાંડવ ફૂલની વેલની કાળજી પણ રાખી રહ્યા છે. હાલમાં વેલ ઉપર અસંખ્ય ફૂલ આવ્યા હોવાથી ખેતર પાસેથી પસાર થતા અન્ય ખેડૂતો અને ગામના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે, અને તેઓ પ્રભુ શ્રીરામ અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં ચઢાવવા માંગતા ભક્તોને વિનામુલ્યે ફૂલ આપી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં પહેલી વાર જોવા મળેલા કૌરવ-પાંડવ ફૂલે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

Latest Stories