ભરૂચ : જંબુસરના કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરાયું, એસપી મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત...

કોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે.

New Update
ભરૂચ : જંબુસરના કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનું લોકાર્પણ કરાયું, એસપી મયુર ચાવડા રહ્યા ઉપસ્થિત...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામ ખાતે કાવી પોલીસ સ્ટેશન દ્વારા કોરા આઉટ પોસ્ટનો લોકાર્પણ સમારોહ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં કોરા આઉટ પોસ્ટનો લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના કોરા ગામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલી આહીરના સફળ પ્રયત્નો અને કેપી ગ્રુપના રફીકભાઈ બુમરા તેમજ સફરાજભાઈના સહકારથી તેમજ ગામના સરપંચ અને ગામના અગ્રણી અને યુવા કાર્યકરો હર્ષદ ગોહિલ તેમજ રફીકભાઈ મલેકના સરાહનીય પ્રયત્નોથી કોરા અને આજુબાજુની ગામની જનતાનું એક સપનું સાકાર થયું છે.

કોરા અને આજુબાજુમાં આવેલા 15 ગામોને હવે કોરા આઉટ પોલીસ સ્ટેશનનો લાભ મળશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનને જિલ્લા પોલીસવડાએ સોભાવી ગ્રામજનોને સંબોધ્યા તેમજ શાળાની વિદ્યાર્થિની બેહનોને પ્રોતસાહિત ઈનામ આપી સન્માનિત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ મંચ પર કાવી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર વૈશાલી આહીરએ સ્થાન સોભવ્યું, તેમજ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ, વિદ્યાર્થીનીઓ સહિતમોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#GujaratConnect #Kavi Police Station #Bharuch Police #bharuchnews #SP Mayur Chavda #jambusar News #Kora Out Post
Latest Stories