Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વેપારીઓના હબ ગણાતા સુપર માર્કેટ-પૃથ્વી માર્કેટની અનેક દુકાનોના તાળા તૂટ્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

8થી 10 દુકાનોના શટરના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે

ભરૂચ : વેપારીઓના હબ ગણાતા સુપર માર્કેટ-પૃથ્વી માર્કેટની અનેક દુકાનોના તાળા તૂટ્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ
X

ભરૂચમાં લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત રહેલી પોલીસનો ફાયદો ઉઠાવી તસ્કર ટોળકીએ વેપારીઓના હબ ગણાતા સુપર માર્કેટઅને પૃથ્વી માર્કેટની અનેક દુકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે સમર્થકો સાથે રેલી નહીં રેલા કાઢી રહ્યા છે.

જેના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કાફલો ખડકી દેવામાં આવી રહ્યો છે, અને પોલીસ ફરજમાં મગ્ન રહેતા તસ્કરો હવે વેપારીઓની દુકાનોને નિશાન બનાવવામાં મગ્ન બની ગયા છે. વેપારીઓના હબ ગણાતા બજારમાં જ 8થી 10 દુકાનોના શટરના તાળા તોડી તસ્કરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. ભરૂચના સતત વાહનો અને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા અને વેપારીઓના હબ ગણાતા પટેલ સુપર માર્કેટ અને પૃથ્વી માર્કેટમાં મોડી રાતથી વહેલી સવાર સુધીમાં અજાણ્યા તસ્કરોએ વેપારીઓની દુકાનો, ઓફિસો અને ડોક્ટરોના ક્લિનિકોને નિશાન બનાવ્યા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે.

સવાર થતા જ વેપારીઓ અને ડોક્ટર પોતાના વ્યવસાય સ્થળ પર આવતા દુકાનના તાળા તૂટેલા અને લોખંડના ઝાંપાઓના તાળા પણ હેકઝો બ્લેડથી કાપેલી અવસ્થામાં જોઈ ચોરીનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. જેના પગલે ભરૂચમાં તાત્કાલિક વેપારીઓએ પોલીસને જાણ કરી હતી. એ’ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

માત્ર 1-2 નહીં પરંતુ 8થી 10 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટનાના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો. તો બીજી તરફ, સુપર માર્કેટમાં જે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી, ત્યાં CCTV કેમેરા પણ લાગ્યા હોય, જેથી તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજ મેળવીને અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story