આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી તથા ભરૂચ જીલ્લો ઓધૌગિક દ્રષ્ટીએ પણ ખુબ જ મોટો અને અલગ અલગ તાલુકા સ્થળોએ જી.આઇ.ડી.સી આવેલ હોવાથી વધુ એક વખત મેગા કોંબિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ, અંકલેશ્વર, જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર "સી" ડીવીઝન , અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તાર, પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે અસામાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વગેરે મુદ્દાઓસર કામગીરી કરવા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 133 વેર હાઉસ, બંધ કંપની તેમજ 128 લેબર કોલોની અને વસાહત ચેકીંગ કરવા સાથે 121 વાહનો જપ્ત કરવા સાથે જાહેરનામા ભંગ સહિતના 200 થી વધુ ગુનાઓ દાખલ કરી રૂ. 9500નો દંડ પણ વસુલાયો હતો. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન મુજબ આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ, બોમ્બ ડીસ્પોઝ ટીમ ક્વીક રીસ્પોન્સ ટીમ, સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો મળી કુલ 24 પોલીસ ઇન્સપેક્ટર, 22 પોલીસ સબ ઇન્સ્પેકટર તથા 230 પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. તે ઉપરાંત પ્રોહિબિશનના 49, કેસ 106 શંકાસ્પદ ઇસમોની ચેકીંગ, 218 વાહનોનું ચકિંગ કરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસના કોંબિંગના પગલે સમગ્ર વિસ્તારમાં ઉતેજના વ્યાપી જવા પામી હતી તો અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
ભરૂચ, અંક્લેશ્વર સહિત અનેક જિલ્લામાં પોલીસનું મેગા કોમ્બિંગ, 200થી વધુ ગુનાઓ દાખલ કરાયા .....
આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી તથા ભરૂચ જીલ્લો ઓધૌગિક દ્રષ્ટીએ પણ ખુબ જ મોટો અને અલગ અલગ તાલુકા સ્થળોએ જી.આઇ.ડી.સી આવેલ હોવાથી વધુ એક વખત મેગા કોંબિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
New Update
Latest Stories