/connect-gujarat/media/post_banners/d4b68bb622d725b620795f51f6585ebfb2dbf84cbdd5aaae90765c0268609989.jpg)
એસટી. બસ ડેપો સામે ATM મશીનને તોડવાનો પ્રયાસ
HDFCના ATM મશીનને તસ્કરોએ તોડવાનો કર્યો પ્રયાસ
ATM મશીનને તોડવાનો તસ્કરોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો
એ’ ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો દૌર શરૂ કરાયો
ચોરીના વધતાં બનાવથી પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના એસટી. બસ ડેપો સામે આવેલ HDFC બેંકના ATM મશીનને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતાં નિષ્ફળ રહ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તથા GIDC વિસ્તારમાં ચોરીના વધી રહેલાં બનાવોથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. તેવામાં અંકલેશ્વર શહેરમાં તસ્કરો દ્વારા ATM મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના એસટી. બસ ડેપો સામે આવેલ HDFC બેંકના ATM મશીનને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પથ્થર અને સળિયા વડે ATM મશીન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તસ્કરોના આ પ્રયાસ નિષ્ફળ રહેતા ચોરીની વધુ એક ઘટના બનતા અટકી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે તસ્કરો દ્વારા કરવામાં આવેલ ATM મશીન તોડવાના નિષ્ફળ પ્રયાસ અંગે તપાસનો દૌર શરૂ કર્યો છે.