Connect Gujarat
ભરૂચ

“માય લિવેબલ ભરૂચ” અંતર્ગત ભરૂચમાં વક્તા જય વસાવડાનું પ્રેરક વ્યાખ્યાન...

ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

પ્રવાસના રસપ્રદ અનુભવો સાથે ‘આપણે આપણા એક ઉત્તમ નગરના નિર્માણનું જતન કેમ કરીશું’ વિષય પર “માય લિવેબલ ભરૂચ” અંતર્ગત જય વસાવડાએ સુંદર વક્તવ્ય આપી સરકારી તંત્ર અને પ્રજાના સમન્વય અને સંકલનની પ્રસંશા કરી હતી. પ્રાચીન સંસ્કૃતિના મૂળ હોય અને આધુનિકતામાં ડાળીઓ મ્હોરે એવી વાતો... આ પંક્તિઓને સાચા અર્થમાં સાર્થક કરતી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની અનોખી સી.એસ.આર. પહેલ “માય લિવેબલ ભરૂચ” અંતર્ગત ‘રહેવા માટે રળિયામણું ભરૂચ, ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના શકિતનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા કલેકટરના ડ્રીમ પ્રોજેક્ટ એવા “માય લિવેબલ ભરૂચ” અંતર્ગત અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર બનાવવાની નેમ વ્યક્ત કરી બાળકથી લઇ વૃદ્ધ સહિતના તમામ લોકો ગૌરવ અનુભવે તેવા પ્રયાસો હાથ ધરાયા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત લેખક જય વસાવડાએ સરકારી તંત્રની આ પહેલને બિરદાવી સરકારી તંત્ર અને પ્રજા વચ્ચે સુમેળ અને સમન્વય હોવાનું કહી આમને સામને નહી પણ સાથ સાથ હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

જય વસાવડાએ તેમના પ્રવાસના રસપ્રદ અનુભવો સાથે ‘આપણે આપણા એક ઉત્તમ નગરના નિર્માણનું જતન કેમ કરીશું’ તે અંગે પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું.. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા સહિત ઉચ્ચ પદાધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story