ભરૂચ શહેરના મુખ્ય માર્ગો સમાન સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ તેમજ લિન્ક રોડ પર સ્થિત માતરીયા તળાવની દીવાલો પર માય લિવેબલ ભરૂચ અંતર્ગત વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર સ્થળો પર કરાયેલ વોલ પેઇન્ટિંગથી શહેરની જનતાને સ્વચ્છતા અંગે પ્રેરણા મળશે.
ઐધોગિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતો ભરૂચ જિલ્લો વિશ્વ ફલક પર પોતાનું સ્થાન ધરાવે છે. ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં નાનાથી માંડી મોટા મોટા ઉદ્યોગો સ્થાપીત થયા છે, ત્યારે આ ઉદ્યોગો થકી રોજગારી સાથે જિલ્લાના વિકાસ માટે CRC ફંડની જોગવાઈ જેતે જિલ્લા, શહેરના વિકાસ માટે સરકારી નિયમો અનુસાર કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે જિલ્લાના ઉદ્યોગોના CRC ફંડમાંથી માય લિવેબલ ભરૂચ પ્રોજેક્ટ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા દ્વારા મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો સહિતની જગ્યાઓની દીવાલો પર પ્રજાને આકર્ષે તેવા સુંદર ચિત્રો દોરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરના મુખ્ય માર્ગો સમાન સેવાશ્રમ રોડ પર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ તેમજ લિન્ક રોડ પર સ્થિત માતરીયા તળાવની દીવાલો પર માય લિવેબલ ભરૂચ અંતર્ગત વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. જેથી લોકોમાં પણ શહેરને સુંદર બનાવવાની ભાવનાનું સીંચન થાય તેવા પ્રયાસ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.