Connect Gujarat
ભરૂચ

ભરૂચ અને અંક્લેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ બન્યો “સુસાઇડ પોઇન્ટ”, બ્રિજ પર ગ્રીલ લગાડવાની માંગ ઉઠી

ભરૂચ અને અંક્લેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ 2 શહેર વચ્ચેનું અંતર ઘટાડવા સાથે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તી અપાવનાર મહત્વનો બ્રીજ સાબિત થયો છે.

X

ભરૂચ અને અંક્લેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ 2 શહેર વચ્ચેનું અંતર ઘટાડવા સાથે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તી અપાવનાર મહત્વનો બ્રીજ સાબિત થયો છે. તો બીજી તરફ, આ બ્રિજ પરથી લોકોના આપઘાત કરવાના કિસ્સા પણ વધી જતાં તંત્ર દ્વાર અહી તાત્કાલિક ધોરણે ગ્રીલ લગાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ભરૂચ-અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં જ નાયબ મુખ્યમંત્રીના હસ્તે અષાઢી બીજના દિવસે લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજ વાહનચાલકોથી ધમધમતો થયો છે, જેના કારણે ટ્રાફિક જામમાંથી મુક્તિ તો મળી છે. પરંતુ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી આપઘાત કરવાની ઘટનામાં સતત વધારો નોંધાયો છે. ભરૂચ અને અંક્લેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રીજ 2 શહેર વચ્ચેનું અંતર ઘટાડવા સાથે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તી અપાવનાર મહત્વનો બ્રીજ સાબિત થયો છે. જોકે, નર્મદા મૈયા બ્રીજના નિર્માણ બાદ આ બ્રીજ સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. નર્મદા મૈયા બ્રીજ પરથી છાસવારે લોકો આપઘાત કરવાના ઇરાદે નર્મદા નદીમાં ભુસકો મારી મોતને હવાલે થયા છે, તો કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ અને લોકોના પ્રયાસથી કેટલાય લોકોને બચાવી પણ લેવાયા છે, ત્યારે નર્મદા મૈયા બ્રીજ પર વહીવટી તંત્ર દ્વાર તાત્કાલિક ધોરણે ગ્રીલ એટલે કે, જાળી લગાડવા સાથે પોલીસ ખાતા દ્વારા બ્રીજ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story