ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે "રાષ્ટ્રીય લોક અદાલત" યોજાય, વિવિધ કેસનો નિકાલ કરાયો...

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે "રાષ્ટ્રીય લોક અદાલત" યોજાય, વિવિધ કેસનો નિકાલ કરાયો...

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં ક્રીમીનલ કંમપાઉન્ડ કેસ, નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટની કલમ-૧૩૮ અન્વયના કેસ, બેન્કના નાણાં વસૂલાત, મોટર અકસ્માત, લગ્ન વિષયક તકરાર, લેન્ડ એક્વીઝીશન એક્ટ સહિતના કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. તદુપરાંત લોક અદાલતમાં ભરૂચમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહનચાલકોને મોટર વ્હિકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં ફેસલો થતો હોય છે. આ લોક અદાલતમાં પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક એન્ડ સિનિયર જજ વી.કે.પાઠક, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એચ.એ.ઉપાધ્યાય, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.બી.મહેતા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories