આજરોજ અંકલેશ્વરની મુલાકાતે જેસીઆઈ નેશનલ પ્રેસિડેન્ટ જેસી અંશુ શરાફ આવ્યા હતા જેઓએ વિવિધ પ્રોજેકટના બેનરોનું રીબીન કટ કરી ઉદ્દઘાટન કર્યું હતું.
JCIના નેશનલ પ્રેસિડેન્ટ જેસી અંશુ શરાફ આજરોજ અંકલેશ્વરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જેનોનું જેસીઆઇ અંકલેશ્વરના પ્રેસિડન્ટ જેસી કિંજલ શાહ અને સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જેઓએ આઈ લવ JCI અંકલેશ્વરના બોર્ડ,ચબૂતરાનું, જેસીઆઈ રોટેટીંગ લાઇબ્રેરીનું તેમજ આવતા મહિને થનારા ધમાકેદાર પ્રોજેક્ટના બેનરનું રીબીંગ કટિંગ થકી ઉદ્ઘાટન કરાયું હતું અને સાથે અંકલેશ્વરમાં પહેલીવાર ઇ-વેસ્ટ કલેક્શન માટે બે યુનિટ બનાવાયા હતા. જેસીઆઈ રોટેટીંગ લાઇબ્રેરીમાં જરૂરીયાતમંદ પાંચ શાળાના બાળકો એક સાથે લાઇબ્રેરીનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે જેસીઆઈ અંકલેશ્વરએ ૧.૬૫ લાખથી વધુની રકમ કલેક્શન કરી બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવી ટીમના સભ્યોને પીન પહેરાવી શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઝોન પ્રેસિડેન્ટ જેસી ઈશાન અગ્રવાલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ,પાસ્ટ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ , જેસી શીતલ જાની, જેસી શ્યામા શાહ, સેક્રેટરી જેસી દર્શન જાની, જેસી સિયા મોહન શુક્લા, જેસી નિલેશ બાવીસી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.