Connect Gujarat
ભરૂચ

હવે ભરૂચમાં થશે કષ્ટભંજન હનુમાનજીના દર્શન, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ...

ભરૂચ શહેરના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે

X

ભરૂચ શહેરના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સાળંગપુર સહિત વિવિધ જિલ્લાઓના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભક્તિભાવ સાથે સંપન્ન કરવાનું આયોજન કરાયું છે.

ભરૂચ શહેરના ધોળીકુઈ બજાર નજીક કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સ્થાપિત હનુમાનજીની આબેહૂબ પ્રતિમાના દર્શન હવે ભરૂચમાં ભક્તોને થશે, ત્યારે આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભરૂચમાં સ્થાપિત કષ્ટભંજન હનુમાનજીની પ્રતિમા બનાવવા માટે મૂર્તિકારોને 3 વર્ષ જેટલો સમય લાગ્યો છે. જેથી આ પ્રતિમા ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ભરૂચમાં કષ્ટભંજન હનુમાનજીની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સાળંગપુરના પૂજારી રવિશંકર મહારાજ, સભા સંચાલક શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી સહિત અનિલ મહારાજ સહિત વિવિધ જિલ્લાઓના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં 5 દિવસ દરમ્યાન આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભક્તિભાવ માહોલમાં સંપન્ન કરવાનું આયોજન કરાયું છે.

તારીખ ૧/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૮.૦૦ કલાકે મારૂતિ યજ્ઞ તથા બપોરે ૩.૩૦ કલાકે કસક જલારામ મંદિરથી કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે. સાંજે ૪:૩૦ કલાકે જલાઘિવાસ ત્યારબાદ સાંજે પથી ૭:૩૦ કલાક સુધી કથા પ્રારંભ કરવામાં આવનાર છે. તો બીજા દિવસે એટલે કે, તારીખ ૨/૬/૨૦૨૨ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, ૧૨:૦૦ કલાકે અન્નકૂટ આરતી અને યજ્ઞની પુર્ણાહુતી, બપોરે ૪:૦૦થી ૬:૩૦ સુધી કથા તથા સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સતત ત્રીજા દિવસે પણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Next Story