Connect Gujarat
ભરૂચ

મરહુમ અહેમદ પટેલના દિલ્હીના નિવાસ સ્થાનેથી પરિવારની સત્તાવાર વિદાય

પુત્ર ફૈઝલ પટેલે ભાવનાત્મક વિડીયો શેર કર્યો, હવેથી આ બંગલામાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ રહેશે.

X

સ્વ. અહેમદ પટેલનું દિલ્હીનું નિવાસ સ્થાન ખાલી કરતાં પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ભાવનાત્મક વિડીયો શેર કર્યો હતો. હવેથી આ બંગલામાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ રહેશે.

સ્વ. અહેમદ પટેલનું 30 વર્ષથી દિલ્હીમાં નિવાસ સ્થાન 23 મધર ટેરેસા ક્રિસેન્ટમાંથી પરિવારે સત્તાવાર વિદાય લીધી છે. પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટર ઉપર 23 મધર ટેરેસા ક્રિસેન્ટ બંગલામાંથી સત્તાવાર વિદાય લેતી વખતે 30 વર્ષની યાદોનો ભાવનાત્મક વિડ્યો મુક્યો છે. તેમણે વિડીયો સાથે ટ્વીટ કર્યું હતું કે, આધુનિક ભારતનું સૌથી શક્તિશાળી સરનામામુ કદી નહિ ભુલાય. મરહૂમ અહેમદ પટેલની આઇકોનીક એમ્બેસેડર કાર જુલાઈમાં જ કર્મ ભૂમિ દિલ્હીથી જન્મભૂમિ પીરામણ લવાઈ હતી. તે સમયે પણ રાષ્ટ્રીય નેતાની કાર સાથે પુત્રએ ટ્વીટ કરી લખ્યું હતું કે, 'બીછડા કુછ ઇસ અદા સે કે ઋત હી બદલ ગઈ, એક શખ્સ સારે શહેર કો વિરાન કર ગયા.'

જોકે હવે આ બંગલો સુરતના સાંસદ અને કેન્દ્રીય રેલ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશને ફાળવવામાં આવ્યો છે. 23, ક્રિસેન્ટ રોડ, ગ્યારહ મૂર્તિ ખાતે આવેલું આ મકાન એક જમાનામાં દરેક કોંગ્રેસી માટે સત્તાસ્થાન ગણાતુ હતું. અહેમદ પટેલને મળવા માટે અહીં મુખ્યમંત્રીઓ અને સાંસદોની લાઈન લાગતી હતી. મરહૂમ અહમદભાઈની ઘણી યાદો આ બંગલા સાથે સંકળાયેલી છે.

Next Story