“હેલેન કેલર" દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા સંગીત સંઘ્યા યોજાય...

રાષ્ટ્રીય અંધજન મંડળ", ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા “હેલેન કેલર" દિવસ નિમિત્તે અનોખી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
“હેલેન કેલર" દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા સંગીત સંઘ્યા યોજાય...

રાષ્ટ્રીય અંધજન મંડળ", ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા “હેલેન કેલર" દિવસ નિમિત્તે અનોખી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર્ય કરતા રાષ્ટ્રીય અંધજન મંડળ", ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા રોચક-મનમોહક અને મનોરંજનના ખજાનાથી ભરપુર ગીત, સંગીત અને નૃત્યસભર સંગીત સંધ્યાનું આયોજન ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંધજન મંડળ-અમદાવાદના સચિવ ડૉ. ભૂષણ પુનાની, લોકગાયક અભેસિંહ રાઠોડ, અંધજન મંડળ ભરૂચના પ્રમુખ અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, મંત્રી પ્રદીપ પટેલ સહિત વિવિધ સેવાકીય સંસ્થાના હોદ્દેદારો અને સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા તેમજ મંડળના કાર્યની સરાહના કરી બિરદાવ્યા હતા.

Latest Stories