Connect Gujarat
ભરૂચ

ભરૂચ બાયપાસ ચોકડી પાસે રેલવે ફાટકમાં કપાસ ભરેલ ઓવરલોડ ટ્રક ફસાયો, મધરાતે કલાકો સુધી ટ્રાફિક જામ

ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર રેલવે ફાટક આવેલી છે. જેમાં રેલવે ફાટક ખાતે ૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી લોખંડની એન્ગલો મારવામાં આવી છે.

ભરૂચ બાયપાસ ચોકડી પાસે રેલવે ફાટકમાં કપાસ ભરેલ ઓવરલોડ ટ્રક ફસાયો, મધરાતે કલાકો સુધી ટ્રાફિક જામ
X

ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર રેલવે ફાટક આવેલી છે. જેમાં રેલવે ફાટક ખાતે ૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી લોખંડની એન્ગલો મારવામાં આવી છે. માલ સામાન ભરેલ ટ્રકો ફસાઈ જવાના કિસ્સાઓ થતા રહે છે. ત્યારે ગુરુવારે રાત્રે એક રાજસ્થાન પાર્સિંગની કપાસ ભરેલ ટ્રક રેલ્વેના એન્ગલમાં ફસાઈ ગઈ હતી. ઓવરલોડ કપાસ ભરેલ ટ્રક રેલ્વેટ્રેક પર જ ફસાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ત્યારે જાગૃત લોકો અને પોલીસ કર્મીઓની સુજબૂજને કારણે ફસાયેલી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. રેલ્વેફાટક પર રહેલ લોખંડની એન્ગલ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સદનસીબે રેલ્વેટ્રેક પર ભરૂચ દહેજ વચ્ચે દોડતી ટ્રેનની આવન જાવનનો સમય ન હોય મોટી દુર્ધટના ટળી હોય તેમ લોકોએ હાશકારો લીધો હતો.

Next Story