Connect Gujarat
ભરૂચ

"ફિઝીયોથેરાપી દિન" :ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપ અને GJ-16-પેડલર્સ દ્વારા અનોખી રીતે ઉજવણી કરાય

8મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ, ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપે કરી ઉજવણી.

X

તા. 8મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ, ત્યારે આજે 70મા ફિઝીયોથેરાપી દિન નિમિત્તે ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપ તેમજ GJ-16-પેડલર્સ ગ્રુપના સહયોગથી સાઇકલ રાઇડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે તા. 8મી સ્પટેમ્બરના રોજ વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપ તેમજ GJ-16-પેડલર્સ ગ્રુપના સહયોગથી વિશ્વ ફિઝીયોથેરાપી દિવસની ઉજવણીના ભાગરૂપે સાઇકલ રાઇડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાને લડત આપવાની સાથે સાથે સ્વાસ્થને પણ સારું રાખવા કસરતનું ઘણું મહત્વ રહ્યું છે, ત્યારે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસે વહેલી સવારે સાઇકલ રાઇડિંગના કાર્યક્રમમાં ઉપસ્થિત સાયકલિસ્ટો ભરૂચની ABC ચોકડીથી કોલેજ રોડ થઈ નર્મદા મૈયા બ્રિજથી અંકલેશ્વરના ગડખોલ પાટિયા થઈ 20 કિલોમીટર લાંબી સાઇકલ સવારી કર્યા બાદ પરત ભરૂચ ફર્યા હતા.

જોકે, ભારે વરસાદ અને પવનવાળા વાતાવરણમાં પણ ઉપસ્થિત તમામ સાયકલિસ્ટોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ફિઝીયોથેરાપીસ્ટ ડો. સેતુ લોટવાલા, ડો. અલ્પેશ પ્રજાપતિ, ડો. મયંક પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપ તેમજ GJ-16-પેડલર્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story