Connect Gujarat
ભરૂચ

ભરૂચનું "ગૌરવ" : ઇન્ડોનેશિયાના બાલી ખાતે નારાયણ વિદ્યાલયના આચાર્યને એજ્યુ. એક્સેલન્સ એવોર્ડ એનાયત...

ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુ પ્રજાપતિએ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઇન્ડો-બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સ પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

X

શૈક્ષણિક ક્ષેત્રે ભરૂચ ઉપરાંત ગુજરાતમાં એક આગવું નામ ધરાવતા ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુ પ્રજાપતિએ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઇન્ડો-બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સ પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

ભરૂચના ડૉ. ભગુ પ્રજાપતિ શિક્ષણના ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. 13 વર્ષ શિક્ષક અને 22 વર્ષ આચાર્ય તરીકેનો બહોળો અનુભવ ધરાવતા ડૉ. ભગુ પ્રજાપતિ હાલ ભરૂચની નારાયણ વિદ્યાલયમાં ડાયરેકટર તરીકે સેવા આપે છે. શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પ્રાણ ફૂંકવાના તેમણે પ્રયાસો કર્યા છે. શૈક્ષણિક હેતુસર તેમણે અત્યાર સુધીમાં 16 જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. અનેક દેશોએ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી તેમને સન્માનિત કર્યા છે, ત્યારે તાજેતરમાં જ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે એક એવોર્ડ સમારોહમાં એસોસિએશન ફોર ઇકોનોમિક ગ્રોથ દ્વારા ભારતના વિવિધ ક્ષેત્રના 16 જેટલા તજજ્ઞોને સન્માનિત કરાયા હતા.

જેમાં બાલીના અધ્યક્ષ વાય.એન.સુકર્તા, પૂર્વ ડિપ્લોમેટ એમ્બેસેડર ડૉ. વી.બી.સોની અને ઓફીસ ઓફ કાઉન્સિલેટ જનરલ ઓફ ઇન્ડિયા ટુ બાલી વાઇસ ચાન્સેલર લૌકેશકુમારની હાજરીમાં ડૉ. ભગુ પ્રજાપતિને ઇન્ડો-બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સનો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા, ત્યારે ડૉ. ભગુ પ્રજાપતિએ સિદ્ધિ પ્રાપ્ત કરતાં સમગ્ર ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Next Story