Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ, જુઓ કોણે કોણે માંગી ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આજે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા હવે ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજરોજ હાથ ધરાય હતી. નિરીક્ષક તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને મનીષા સુથાર ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠકના ભાજપના દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. અંકલેશ્વર બેઠક પર દાવેદારી કરનારાઓમાં વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરત નાગજી પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના મહિલા નગર સેવિકા મનીષા પટેલ, આર.એસ.એસ.ના આગેવાન બલદેવ પ્રજાપતિ અને હાંસોટના શાંતા બહેન પટેલે ટિકિટ માંગી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ત્યારે ભાજપનો ગઢ ગણાતી અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ભાજપ કોણે પોતાનો મુરતિયો જાહેર કરે છે તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે

Next Story