યુવરાજસિંહના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન,ન્યાયિક તપાસની કરવામાં આવી માંગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મામલે સુરેન્દ્રનગર અને અમરેલી સહિત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
યુવરાજસિંહના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન,ન્યાયિક તપાસની કરવામાં આવી માંગ
Advertisment

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ મામલે સુરેન્દ્રનગર અને અમરેલી સહિત રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલે ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી

Advertisment

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ડમીકાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે આ બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં રજૂઆત કરવામા આવી હતી.સરકારની વિવિધ ભરતી પરીક્ષાના પેપરલીક કૌભાંડને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ અને ખોટા કેસનો વિરોધ કર્યો હતો. યુવરાજસિંહ દ્વારા જાહેર કરેલ અને પેપરકાંડમા સંડોવાયેલ દોષિત નેતાઓ અને આગેવાનોની પણ ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સામે કરવામાં આવેલ આક્ષેપ અને ગુન્હાઓ રદ કરી મુક્ત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી

તો આ તરફ અમરેલીમાં પણ યુવરાજસિંહના સમર્થનના વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.અમરેલીના યુવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યુવરાજસિંહ પર ખોટા કેસો પરત ખેંચી તાત્કાલિક મુક્ત કરવા વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

Latest Stories