સમગ્ર ગુજરાતમાંથી GEC-ભરૂચની વિદ્યાર્થીની પૂજા દીક્ષિત અને સૌમ્યા કુશાવાહાની માઈક્રોસોફ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પસંદગી...

GEC ભરૂચના અન્ય 76 વિદ્યાર્થીનીઓ સાથે પૂજા દીક્ષિત અને સૌમ્યા કુશાવાહાએ માઇક્રોસોફ્ટ દ્વારા આયોજીત "ટેકસક્ષમ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

સમગ્ર ગુજરાતમાંથી GEC-ભરૂચની વિદ્યાર્થીની પૂજા દીક્ષિત અને સૌમ્યા કુશાવાહાની માઈક્રોસોફ્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પસંદગી...
New Update

સમગ્ર ગુજરાતમાંથી GEC ભરૂચની 2 વિદ્યાર્થીનીઓ પૂજા દીક્ષિત અને સૌમ્યા કુશાવાહાની માઇક્રોસોફ્ટના પ્રતિનિધિઓ સાથેની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી હતી.

GEC ભરૂચના અન્ય 76 વિદ્યાર્થીનીઓ સાથે પૂજા દીક્ષિત અને સૌમ્યા કુશાવાહાએ માઇક્રોસોફ્ટ દ્વારા આયોજીત "ટેકસક્ષમ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીનીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા વિષયોમાં સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને નોકરીની તકોમાં વધારો કરે છે. આ બંને વિદ્યાર્થીનીઓનું TCS ખાતે પ્લેસમેન્ટ થઈ પણ ગયું છે. ઈન્ડિયન હેબીટેટ સેન્ટર, નવી દિલ્હી ખાતે 10મે, 2023ના રોજ યોજાયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી પૂજા દીક્ષિત અને સૌમ્યા કુશાવાહાને માઇક્રોસોફ્ટના પ્રતિનિધિઓ, જેમાં એશિયા રીજનલ વાઈસ પ્રેસિડેન્ટ માઇક યેની સાથે જોડાવવાની અનોખી તક પૂરી પાડવામાં આવી હતી. કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ઓફિસર પ્રો. કોમલ શાહ, પ્રોગ્રામ કોર્ડી પ્રો. જતીન ચૌધરી અને આચાર્ય ડૉ. પી.પી.લોઢાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા. GEC ભરૂચ તેમની વિદ્યાર્થીનીઓની સિદ્ધિ અને પ્રતિષ્ઠિત કોન્ફરન્સ માટે તેમની પસંદગીની પ્રશંસા કરે છે. ગુજરાત ખાતે GEC ભરૂચ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં બીજું સ્થાન ધરાવે છે. દર વખતે વિદ્યાર્થીઓનું 45%થી વધુ On-campus પ્લેસમેન્ટ થાય છે. જે માટે કોલેજના ટ્રેનિંગ અને પ્લેસમેન્ટના તમામ સભ્યો સતત પ્રયત્નશીલ છે. જે શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #Students #selected #Puja Dixit #Soumya Kushawaha #GEC Bharuch #Microsoft Round Table Conference
Here are a few more articles:
Read the Next Article