Connect Gujarat
ભરૂચ

ભરૂચ પોલીસ અને UPLના સંયુક્ત ઉપક્રમે યોજાનાર બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા આ નંબર પર કરાવો રજીસ્ટ્રેશન...

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ મોબાઈલ નંબર 9537738767 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ભરૂચ પોલીસ અને UPLના સંયુક્ત ઉપક્રમે યોજાનાર બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા આ નંબર પર કરાવો રજીસ્ટ્રેશન...
X

ભરૂચ પોલીસ અને UPL કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે યુવા ખેલાડીઓ માટે બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ મોબાઈલ નંબર 9537738767 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સપ્ટેમ્બર માસથી 36મી નેશનલ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. આ 36મી સિઝન માટે ગુજરાતને હોસ્ટ કરવાની તક મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે. તેવામાં રાજ્યભરના ખેલાડીઓ માટે આ એક સુવર્ણ તક છે, ત્યારે ભરૂચમાંથી પણ રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓમાં રહેલું કૌશલ્ય બહાર આવે તેમજ શિક્ષણની સાથે-સાથે ખેલાડીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે ભરૂચ પોલીસ અને UPL કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ બેડમિન્ટન સ્પર્ધા આગામી તા. 15 અને 16 સપ્ટેમ્બરના રોજ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત બેડમિન્ટન કોર્ટ ખાતે યોજાશે. જેમાં 2 અલગ અલગ કેટેગરી પ્રમાણે સિંગલ પ્લેયર તેમજ ડબલ પ્લેયર્સને આ સ્પર્ધામાં રમાડવામાં આવશે. ભરૂચ પોલીસ અને UPLના સંયુક્ત ઉપક્રમે યોજાનાર બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ મોબાઈલ નંબર 9537738767 ઉપર સંપર્ક કરવો. આ ઉપરાંત તા. 14 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 કલાક બાદ કોઈપણ સ્પર્ધકને આ સ્પર્ધામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જેથી ઉત્સાહિત સ્પર્ધકો વહેલી તકે પોતાના નામની નોંધણી કરાવે તે માટે ભરૂચ પોલીસે અનુરોધ કર્યો છે.

Next Story