Connect Gujarat
ભરૂચ

ભરૂચ સાઇટ ગાર્ડ ના મુદ્દે દંડનીય કાર્યવાહીનો રિક્ષા ચાલકોનો વિરોધ, આ અંગેનો કોઈપણ પરિપત્ર ન હોવાનો આક્ષેપ..

X

ભરૂચ સાઇટ ગાર્ડ ના મુદ્દે પોલીસ દ્વારા ખોટી રીતે રિક્ષા ચાલકો ને હેરાન કરી દંડ વસૂલવામાં આવતો હોવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. ભરૃચના રેલવે સ્ટેશન પાસે જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબીદ મિર્ઝા ની આગેવાનીમાં એકત્રિત થઈ રિક્ષા ચાલકો એ સૂત્રોચ્ચાર કરી સાઈટ ગાર્ડના મુદ્દે પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિરોધ દર્શાવ્યો હતો. આ પ્રકારનો કોઈ પણ પરિપત્ર ના હોવાનો આક્ષેપ રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. સી ડિવિઝન પોલીસ દ્વારા ખોટી રીતે રિક્ષા ચાલકો ને હેરાન કરી દંડ વસૂલવામાં આવતો હોવા બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે જિલ્લા પોલીસ વડા તેમજ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યુ હતું.

Next Story