Connect Gujarat
ભરૂચ

"શ્રદ્ધા હત્યા કેસ" : હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે ભરૂચ AHP અને બજરંગ દળે આપ્યું તંત્રને આવેદન...

દિલ્હીમાં યુવતીની ચકચારી હત્યાથી દેશમાં ઘેરા પ્રત્યાઘાત, આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઘટનાને વખોડી

X

દિલ્હીમાં થયેલ શ્રદ્ધા વોકરની ચકચારી હત્યાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશ અને ગુજરાતમાં પડ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.

દિલ્હીમાં શ્રદ્ધા વોકર અને આફતાબ અમીન પુનાવાલાની પ્રેમ કહાનીનો લોહિયાળ બદલો જોઈ દેશભરમાં સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વિશ્વાસ કરવું મુશ્કેલ છે કે, કોઈ પ્રેમી તેની પ્રેમિકાને આવી ક્રૂરતાથી મારી તેના ટુકડે-ટુકડા કરી શકે છે. જોકે, હત્યારો આફતાબ પોલીસની પકડમાં છે, ત્યારે ગુનેગારને ફાંસીની સજા થાય તે માટે દેશ અને ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેવામાં ભરૂચ જિલ્લા આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે. આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને અને બજરંગ દળના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આ મામલે રજૂઆત કરી હતી. જેમાં આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, હત્યારા વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી વહેલી તકે તેને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.

Next Story