Connect Gujarat
ભરૂચ

વડોદરાથી ભરૂચ માત્ર 45 મિનિટમાં પહોંચાડતો સુપર એક્સપ્રેસ વે તૈયાર..!

દિલ્હીથી મુંબઇ વચ્ચેનો સુપર એક્સપ્રેસ વેનું નિર્માણકાર્ય આગામી વર્ષ 2023ના ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થઇ જાય તેવી શક્યતાઓ છે.

વડોદરાથી ભરૂચ માત્ર 45 મિનિટમાં પહોંચાડતો સુપર એક્સપ્રેસ વે તૈયાર..!
X

દિલ્હીથી મુંબઇ વચ્ચેનો સુપર એક્સપ્રેસ વેનું નિર્માણકાર્ય આગામી વર્ષ 2023ના ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થઇ જાય તેવી શક્યતાઓ છે. વડોદરાના પાદરા નજીકના સમિયાલાથી સુપર એક્સપ્રેસ વે (NH-4)ની એન્ટ્રી મળ્યાં બાદ ભરૂચ સુધીનું અંતર માત્ર 45 મિનિટમાં અને મુંબઇ 4.30 કલાકમાં પહોંચી જવાશે. હાલમાં એક્સપ્રેસ વેનું નિર્માણકાર્ય વડોદરાથી ભરૂચ જિલ્લાની હદથી એક કિમી દૂર સુધી પહોંચી ગયું છે., આગામી વર્ષે પૂરું થવાની વકી છે.

નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા મુજબ હવે ભરૂચની હદ સુધીમાં માત્ર પરચુરણ કામગીરી જ બાકી છે આ એક્સપ્રેસ વે પર ભરૂચ સુધીમાં બે સ્પોટ પર એમેનિટિઝ સેન્ટર હશે જેમાં રેસ્ટોરન્ટ્સ, ફૂડકોર્ટ, હોસ્પિટલ, ફ્યુઅલ સ્ટેશન્સનો સમાવેશ થાય છે. વડોદરાની આસપાસ એક્સપ્રેસ વે તૈયાર કરનાર પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરના જીએમ દીપક સાચન કહે છે કે, ‘ દર 25 મીટરે લાઇટના થાંભલા મૂકાયા છે. રેઇનવોટર હાર્વેસ્ટિંગ માટેના પણ 250 જેટલા સ્પોટ્સ નક્કી કરવામાં આવ્યાં છે.વડોદરાથી ભરૂચ માત્ર 45 મિનિટમાં પહોંચાડતો સુપર એક્સપ્રેસ વે તૈયાર

Next Story