/connect-gujarat/media/post_banners/7de22efe32baebc9876b6c0f83a203e00e9b646091f565a459682a297c3fca13.webp)
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષ 2020માં ઇનોવા કારની ખરીદીનો મુદ્દો ઉછળ્યો છે. જેમાં તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇનચાર્જ પાસે આર્થિક નુકસાની કેમ નહીં વસૂલવી તે અંગે ખુલાસો કરવા નોટિસ પાઠવાય છે.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્ર જોગવાઈઓ અને નિયમો વિરુદ્ધ ઈનોવા ગાડીની ખરીદી કરવામાં આવી હોવાની ફરિયાદ સુરત ખાતે પાલિકા કમિશ્નર સમક્ષ કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી આર્થિક નુક્સાનની વસુલાત કેમ નહીં કરવી તે અંગે દિન 7માં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, વર્ષ 2020માં અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા ઇનોવા કારની ખરીદી કરવામાં આવી હતી.
જે સામે જાગૃત અરજદાર દ્વારા સુરત પ્રાદેશિક કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં રજૂઆતો અને નિવેદનો અનુસાર તે સમયના તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ દ્વારા જો સરકારના પ્રવર્તમાન પરિપત્રો અને જોગવાઈને ધ્યાને રાખી રિપોર્ટ કરવામાં આવ્યો હોત તો ઈનોવા કારની ખરીદી થઈ શકી ન હોત, અને અંકલેશ્વર નગરપાલિકાને આર્થિક નુકશાન થયું ન હોત. પરતું તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા વાહન વ્યવસ્થાના ઇન્ચાર્જ દ્વારા સરકારના પર્વતમાન પરિપત્ર, ઠરાવો અને જોગવાઈઓનો ભંગ કરી ઈનોવા કારની ખરીદી માટેનો અહેવાલ કરવામાં આવ્યો હતો.
તેથી નગરપાલિકને આર્થિક નુકશાન થયેલ હોવાનું પ્રતિપાદિત થતાં તત્કાલીન ચીફ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી નગરપાલિકાને થયેલ આર્થિક નુક્શાનની વસૂલાત તેઓના પાસેથી શા માટે ન કરવી તે અંગેનો ખુંલાસો દિન 7માં કરવા તાકીદ કરવામાં આવી છે. અને જો દિન 7માં ખુલાસો કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર તેઓ સામે વસૂલાત અંગેની કાર્યવાહી કરવામાં આવશે, તેમ અધિક કલેક્ટર પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી સુરત દ્વારા અંક્લેશ્વર ચીફ ઓફિસરને આ નોટિસની બજવણી કરી બજવણી અહેવાલ રજૂ કરવા જણાવાયું છે.
/connect-gujarat/media/post_attachments/3b303634f7f7eb1c163167e036583535fef1dea9d2657cb19cfbe352480977d4.webp)
/connect-gujarat/media/post_attachments/6313eab9faa46fbded5a82ccccf501867d2ca8409ef24ce6a3e69aeffed68586.webp)