Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરમાં હવે સાકાર થશે એરસ્ટ્રીપનું સ્વપ્ન, જુઓ સરકારે કઈ કામગીરી શરૂ કરી.

અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે રાજયની ચોથી સૌથી મોટી હવાઇપટ્ટી બનાવવા માટેની કવાયત વેગવંતી બનાવી દેવામાં આવી છે.

X

અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે છેલ્લા 30 વર્ષથી હવાઇપટ્ટી બનાવવાનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે આગામી 18 મહિનામાં એરસ્ટ્રીપ શરૂ કરી દેવામાં આવે એવી કવાયત તેજ કરવામાં આવી છે

અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે રાજયની ચોથી સૌથી મોટી હવાઇપટ્ટી બનાવવા માટેની કવાયત વેગવંતી બનાવી દેવામાં આવી છે. 2.5 કિમીથી વધુની લંબાઇ ધરાવતી એરસ્ટ્રીપ હાલ અમદાવાદ વડોદરા અને સુરતમાં ઉપલબ્ધ છે.આગામી 18 મહિનામાં અંક્લેશ્વરની હવાઇપટ્ટી કાર્યરત કરી દેવાય તેવી સંભાવના છે.રાજયના ઉડ્ડયનમંત્રી પુર્ણેશ મોદીએ સ્થળની મુલાકાત લઇ કોન્ટ્રાકટરને જરૂરી સુચના આપી હતી.અઢી કીમી લાંબી હવાઇપટ્ટી પરથી બોઇંગ અને એરબસના મોટા વિમાનો પણ ઉડાન ભરી શકે તેવું આયોજન કરવામાં આવી રહયું છે.હાલ અઢી કિ મી લાંબો રનવે તૈયાર કરવામાં આવી રહ્યો છે .18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની મુદત છે જે વચ્ચે ગત રોજ રાજ્યના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ દુષ્યંત પટેલે એર સ્ટ્રીપ ની ઓચિંતી મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો . ઇજારદાર દ્વારા કામગીરી 18 મહિના કરતા પહેલા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

Next Story