Connect Gujarat
ભરૂચ

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તા.23 જૂને ચૂંટણી યોજાશે

૨૩ જૂને ચૂંટણી જાહેર કરવામાં આવી છે જનરલ કેટેગરીના ૮,રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧-૧ સભ્ય માટે ચૂંટણી યોજાશે

X

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ૨૩ જૂને ચૂંટણી જાહેર કરવામાં આવી છે જનરલ કેટેગરીના ૮,રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧-૧ સભ્ય માટે ચૂંટણી યોજાશે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આગામી તા.૨૩મી જૂને ચૂંટણી યોજાશે જે માટેનું જાહેરનામુ ગત તા.૨૪ મીમેના રોજ બહાર પાડવામાં આવ્યું હતુ.આ ચૂંટણીમાં જનરલ કેટેગરીના ૮ રિઝર્વ કેટેગરી માટે ૧ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧ સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે.આ વર્ષે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી રસાકસીભરી જોવા મળશે તેવુ હાલ લાગી રહ્યુ છે.ગત ચૂંટણીમાં સતારૂઢ સહયોગ પેનલ સામે પાંચ સભ્યો વાળી વિકાસ પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ હતુ.જોકે ભારે કટોકટી બાદ તેમનો પાતળી સરસાઈથી પરાજ્ય થયો હતો. પરંતુ આગામી ચૂંટણીમાં સતારૂઢ પેનલ સામે આઠે આઠ જનરલ કેટેગરીની બેઠકો ઉપર વિકાસ પેનલ ઉમેદવારો ઉભા કરશે તેવી જાહેરાત કરી દીધી હોય આગામી ચૂંટણી રોચક બની રહે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના ૧૨૫૦ થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંક્લેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ ૧૦ સભ્યોની મુદત પૂરી થાય છે.૩૦ મેનેજીંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી તા.૨૩મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે.

Next Story