ચૂંટણી પૂર્વે PM મોદીના “મન કી બાત”નો છેલ્લો એપિસોડ, ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો.

ચૂંટણી પૂર્વે PM મોદીના “મન કી બાત”નો છેલ્લો એપિસોડ, ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌકોઈએ માણ્યો...
New Update

લોકસભાની ચૂંટણી પહેલા PM મોદીની “મન કી બાત”

મન કી બાતનો આજે 110માં એપિસોડનું આયોજન થયું

ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલયમાં સૌકોઈએ માણ્યો

રાજ્ય પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતી

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના મન કી બાતના છેલ્લા 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવવાનો મન કી બાત કાર્યકમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યકમ શરૂ કર્યો હતો.

તેઓની લોકપ્રિયતાના સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં PM મોદીનો મન કી બાત કાર્યકમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે, ત્યારે PM મોદીના મન કી બાત કાર્યકમના 110મા એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, દિવ્યેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

#Bharuch BJP #Mann Ki Baat #PM MODI MANN KI BAAT #Modi Ki Mann Ki Baat #Narendra Modi Ki Mann Ki Baat #Mann Ki Baat 2024 #BJP4Gujarat
Here are a few more articles:
Read the Next Article