મકરસંક્રાતિના પર્વમાં ચીકી આરોગવાની પરંપરા, ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવતો ભરૂચનો પરિવાર...

ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે.

મકરસંક્રાતિના પર્વમાં ચીકી આરોગવાની પરંપરા, ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવતો ભરૂચનો પરિવાર...
New Update

ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે.

ભારતીય તહેવારોમાં વિવિધ તહેવારો સાથે ખાણીપીણીની અવનવી વાનગીઓ અને ખાદ્ય સામગ્રી અતૂટ પણે વણાઈ ગઈ છે, ત્યારે અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં ઊંધીયા-જલેબીની સાથે સાથે ચીકી અને બોરનું માહત્મ્ય જોવા મળે છે. તેવામાં ખારીસીંગ માટે પ્રખ્યાત ભરૂચમાં ચીકીનું પણ ખૂબ મોટાપાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. એક સમયે માત્ર ગોળ અને સીંગ કે, તલની ચીકી જ મળતી હતી. પરંતુ હવે ડ્રાયફ્રુટ, સીંગમાવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીકી જોવા મળે છે. ભરૂચ શહેર તથા જીલ્લામાં ખૂબ મોટા પાયે ચીકીનો ગૃહ ઉદ્યોગ ધમધમે છે. કેટલાયે પરિવારો ચીકી બનાવી ઉત્તરાયણમાં તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરે છે, ત્યારે ભરૂચ શહેરના દાંડિયા બજારમાં વર્ષોથી આધુનિક જમાનામાં પણ હાથથી જ ચીકી બનાવી વેંચતા નાનુભાઈ જણાવી રહ્યા છે કે, લોકો પહેલા કરતા ચીકીની ઓછી ખરીદી કરી રહ્યા છે. જોકે, ઉત્તરાયણ પૂર્વે અંતિમ દિવસોમાં હજુ ચીકીની માંગ વધશે તેવી તેઓ આશા સેવી રહ્યા છે.

#Bharuch #Gujarat #CGNews #Festival #Kites Festival #Makar Sankranti #Chikki #utrayan
Here are a few more articles:
Read the Next Article