/connect-gujarat/media/post_banners/c57f187405af7542cad42706156c1c7a248f320c085349d067d31e0f3c01eb77.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-રાજપીપલાને જોડતા ઉછાલી બ્રિજ પર મસમોટા ખાડા પડતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો આવરો આવ્યો છે. અંકલેશ્વર અને રાજપીપલાને જોડતો એકમાત્ર ઉછાલી બ્રિજ જર્જરીત હાલતમાં આવી ગયો છે. આ બ્રિજ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને વાહન હંકરવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ બ્રિજ પરથી જોખમી રીતે વાહન પસાર થતા હોય, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુ જામી છે, ત્યારે અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ઉછાલી બ્રિજ પર મસમોટા ખાડા પડ્યા છે. જોકે, આ પ્રકારનો જોખમી બ્રિજ લોકો માટે આફતરૂપ બને તે પહેલા તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.