Connect Gujarat
ભરૂચ

માટી બચાવો અભિયાન હેઠળ જર્મનીથી નીકળેલ યુવક અંકલેશ્વરની બીએડ કોલેજ ખાતે આવી પહોંચતા કરાયું સ્વાગત

કોન્સટાઇન ઝુલસ્કેએ જર્મનીથી કોઇમ્બતુર સુધી સાયકલ ઉપર ગત મે 2023 ના રોજ વૈશ્વિક માટી બચાવોના સંદેશા સાથે નીકળ્યો હતો

X

જર્મનીના સાયકલીસ્ટ કોન્સટાઇન ઝુલસ્કેનું માટી બચાવો અભિયાન

અત્યાર સુધીમાં કરોડો લોકો વૈશ્વિક માટી બચાવોમાં અભિયાનમાં જોડાયા

જર્મની સાયકલીસ્ટ અંકલેશ્વર આવી પહોંચતા કરાયું સ્વાગત

ખરોડની બીએડ કોલેજ ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ એન ઉપસ્થિત લોકોએ માટી બચાવવાનો સંકલ્પ લીધો

અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે આવેલ બી.એડ કોલેજ ખાતે કોઇમ્બતુરના સદગુરુ ઈશા ફાઉન્ડેશનના નેજા હેઠળ વૈશ્વિક માટી બચાવોના અભિયાન સાથે નીકળેલ જર્મનીના સાયકલીસ્ટ કોન્સટાઇન ઝુલસ્કેનું સ્વ.અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહીત વિદ્યાર્થીનીઓએ સ્વાગત કર્યું હતું અને માટી ભચાવો અભિયાનમાં જોડાવાનો સંકલ્પ કર્યો હતો સાથે ફૈઝલ પટેલે ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તેવું જણાવ્યું હતું જર્મનીનો કોન્સટાઇન ઝુલસ્કે તામીલનાડુના કોઇમ્બતુરના સદગુરુ ઈશા ફાઉન્ડેશનમાં વૈશ્વિક માટી બચાવો અભિયાનમાં જોડાયો છે.

આ અભિયાનમાં વિશ્વની 50 ટકા વસ્તીના 300 કરોડ લોકો વૈશ્વિક માટી બચાવોમાં જોડાયા છે ત્યારે જર્મનીનો સાયકલીસ્ટ કોન્સટાઇન ઝુલસ્કેએ જર્મનીથી કોઇમ્બતુર સુધી સાયકલ ઉપર ગત મે 2023 ના રોજ વૈશ્વિક માટી બચાવોના સંદેશા સાથે નીકળ્યો હતો તે 15 દેશમાં થઇ પાકિસ્તાન ખાતેથી વાઘા બોર્ડર આવી પહોંચી 8 મહિને ભારતમાં પ્રવેશ મેળવી પોતાના માટી બચાવોના અભિયાન સાથે પ્રવાસ શરુ કર્યો હતો અને કોન્સટાઇન ઝુલસ્કે આજ રોજ અંકલેશ્વરના ખરોડ ગામની કોલેજ ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં સ્વ અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ કોલેજના ટ્ર્સ્ટીઓ અને વિદ્યાર્થીનીઓએ આવકારી સ્વાગત કર્યું હતું

આ પ્રસંગે વૈશ્વિક માટી બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ,આ કાર્યક્રમમાં કોન્સટાઇન ઝુલસ્કેએ માટી બચાવો અભિયાન અંતર્ગત માહિતી પુરી પાડી હતી અને ઉપસ્થિત સૌએ માટી બચાવોનો સંકલ્પ લીધો હતો ,અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે ફૈઝલ પટેલે પણ જણાવ્યું હતું કે, ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર કરશે ,સાથે તેઓ આરોગ્ય શિક્ષણ સહીતના સેવાકીય કાર્યો કરતા આવ્યા છે તેમજ ઉમેદવાર અંગે હાઇકમાન્ડ નક્કી કરે તે મુજબ આગળ વધવા અંગે જણાવ્યું હતું

Next Story