/connect-gujarat/media/post_banners/cc261d1f752fa0e01465cc3715d88222caf1053e211c00f7fac0ea9ebc28f9f5.jpg)
અંકલેશ્વર વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ સગા ભાઈ વચ્ચે ચૂંટણી જંગ જામી રહ્યો છે જેમાં ભાજપ તરફથી વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ચૂંટણી લડી રહ્યા છે તો તેમની સામે કોંગ્રેસ તરફે તેમના સગા મોટા ભાઈ વિજયસિંહ પટેલ ચૂંટણી લડી રહ્યા છે
અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ નહિ પણ સગા ભાઈઓ વચ્ચે વિચારસરણી બાબતે સીધો જંગ જોવા મળી રહ્યો છે.ભાજપે પાંચમી વખત અંકલેશ્વરના વર્તમાન ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે. તો તેમની સામે તેમના મોટા ભાઈ જ વિજયસિંહ ઉર્ફે વલ્લભ પટેલને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે.ભાજપના ઇશ્વરસિંહ સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા મોટા ભાઈ વલ્લભ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ મોવડી મંડળની વિચાર સરણી અને સિદ્ધાંતોથી અલગ કામ થઈ રહ્યું છે.
તો આ તરફ ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે આ અગાઉ પણ તેઓના કાકા તેમની સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે પરંતુ તેમણે પણ ભાજપ સામે હારનો જ સામનો કરવો પડ્યો હતો ત્યારે આ ચૂંટણીમાં તેઓ 75,000 કરતા વધુ મતની લીડથી ચૂંટણી જીતશે