“Yes ! i Will Vote” : મતદાર જાગૃતી અર્થે અંકલેશ્વરમાં પત્રકારોએ રેલી યોજી, કનેક્ટ ગુજરાત પણ અભિયાનમાં જોડાયું

GIDC વિસ્તારમાં કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ તેમજ અંકલેશ્વર સમસ્ત પત્રકાર દ્વારા મતદારોને જાગૃત કરવા મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
“Yes ! i Will Vote” : મતદાર જાગૃતી અર્થે અંકલેશ્વરમાં પત્રકારોએ રેલી યોજી, કનેક્ટ ગુજરાત પણ અભિયાનમાં જોડાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ તેમજ અંકલેશ્વર સમસ્ત પત્રકાર દ્વારા મતદારોને જાગૃત કરવા મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી તા. 7 મેંના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામુહિક પ્રયત્નો આદર્યા છે, તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જાણીતી ન્યૂઝ ચેનલ કનેક્ટ ગુજરાત સહિત અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાયે લોકશાહીનો આ મહાપર્વ ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી. અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક ખાતે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી. પત્રકારોએ જોગર્સ પાર્કથી ગોલ્ડન પોઈન્ટ સુધી ભવ્ય રેલી યોજી લોકોને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા. શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી પસાર થઇ, ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કનેક્ટ ગુજરાતની ટીમ સહિત અંકલેશ્વરના સમસ્ત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories