Connect Gujarat
ભરૂચ

“તું ડીઝલની ચોરી કરે છે” કહી ભરૂચમાં ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરને માર મારતા ઇજાગ્રસ્ત, પોલીસે તપાસ હાથ ધરી..

ભરૂચમાં ખાનગી ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા બસના ડ્રાઇવરને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

X

ભરૂચમાં ખાનગી ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા બસના ડ્રાઇવરને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચના દહેજની SRF કંપનીમાં કામ કરતા એમ્પ્લોયઝ કંપનીથી સેકન્ડ શિપમાંથી પરત લાવતી વેળાએ રાવ ટ્રાવેલ્સની બસની ડીઝલ પાઇપ લીકેજ થતા બસ ચલાવનાર ડ્રાઇવર મોડાસર મહમ્મદ અમીન મલિકએ ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી બસમાંથી રસ્તા પર ડીઝલ ન ઢોળાય તે માટે ડ્રાઇવરે પોતાની યુક્તિ પ્રમાણે ડીઝલ પાઇપ પર કપડું લપેટીને ભરૂચના મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કરી હતી. ત્યારબાદ ડીઝલ પાઇપની ખામીને રીપેર કરવામાં આવી રહી હતી, તે દરમ્યાન પાઇપમાંથી ડીઝલ જમીન પર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઇવરે નીચે ડોલ મુકી હતી. તેજ સમયએ રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત, કિરણ અને યુસુફ નામના વ્યક્તિઓએ આવી “તું ડીઝલની ચોરી કરે છે” તેવા આક્ષેપ કરી બસ ડ્રાઇવર મોડાસર મહમ્મદ અમીન મલેકને ઢીકાપાટુનો માર માર્યો હતો. જોકે, માર મારતી વખતે સુપરવાઇઝરો દ્વારા તેમના સાથી યુસુફ નામના વ્યક્તિ પાસે માર મારવાનો વિડીયો પણ બનાવડાવ્યો હતો. સુપરવાઇઝરોએ ડ્રાઇવર સાથે મારામારી કર્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં ડ્રાઇવરને મુકી ત્રણેય લોકો સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઇવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે પોતાના મિત્રને જાણ કરતા મિત્રએ તાત્કાલિક 108ને ફોન કરી ઈજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના બાદ રાવ ટ્રાવેલ્સમાં કામ કરતા 70થી 80 ડ્રાઇવરોએ પોતાની બસો પાર્કિંગમાં જ મુકીને રજા પર ઉતારી જઈ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નોકરી પર નહીં જઇએ તેવી ચિમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ, સમગ્ર ઘટના અંગે સી’ ડિવિઝન પોલીસે મારામારીની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story