-
ધોલેરા રોડ પર ગમખ્વાર અકસ્માત
-
કનેક્ટર પાછળ ધડાકાભેર કાર અથડાઈ
-
કારમાં સવાર ત્રણ લોકોના કરૂણ મોત
-
અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો
-
સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું
ભાવનગર ધોલેરા રોડ નજીક હૃદયના ધબકારા રોકી દેતી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે એક બેફામ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
ભાવનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મોડી રાત્રે ભાવનગરના ભડભીડ ટોલનાકા નજીક એક અત્યંત ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલું એક કન્ટેનર આગળ જઈ રહ્યું હતું, તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કાર કાળ બનીને કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને આસપાસના સ્થાનિકો ધડાકાનો અવાજ સાંભળી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતકોમાં વિરેન્દ્રસિંહ સરવૈયા, બળભદ્રસિંહ ચુડાસમા અને ઈમ્તિયાઝ મલેક નામની વ્યક્તિ સામેલ છે. આ તમામના મૃતદેહોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતાં જ મોટી સંખ્યામાં સ્વજનો અને સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.અને હોસ્પિટલ પરિસરમાં સ્વજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
