રાષ્ટ્રીય મહત્વ ધરાવતી જામનગર શહેરની સંસ્થા ‘ITRA’

વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની ‘ITRA’

વિદેશી દર્દીઓ વિશિષ્ટ પદ્ધતિથી લઈ રહ્યા છે સ્વાસ્થ્યલાભ

વિદેશી  સંશોધકો લઈ રહ્યા છે ઔષધિ વિજ્ઞાનનો અભ્યાસ

દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપતી પ્રેરણાદાયી કામગીરી

રાષ્ટ્રીય મહત્વ ધરાવતી જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થા આજે વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની ચૂકી છે. અહીં વિદેશી દર્દીઓ સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યા છે, જ્યારે વિદેશી સંશોધકો પણ ઔષધિ વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે.

આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ આજે સમગ્ર વિશ્વમાં આરોગ્યની નવી આશા બનીને ઊભરી છે, જેનું વૈશ્વિક ગૌરવકેન્દ્ર બન્યું છે ગુજરાતનું જામનગર. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ’ જામનગર ખાતે પંચકર્મ થકી સ્વાસ્થ્ય લાભ મેળવવા વિદેશી દર્દીઓ ઊમટી રહ્યા છે, તો રશિયા અને જાપાન જેવા દેશોના સંશોધકો પણ અહીં આયુર્વેદના ગહન રહસ્યો શીખી રહ્યા છે. જોકે, 69 દેશો સુધી ભારતીય ચિકિત્સા પદ્ધતિનો પ્રસાર કરતી અને લાખો દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપતી સંસ્થાની પ્રેરણાદાયી કામગીરી કરી રહી છે.

જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી સંસ્થા ‘ITRA’ આજે વૈશ્વિક સ્તરે આયુર્વેદિક ઉપચારનું મુખ્ય કેન્દ્ર બની ચૂકી છે. અહીં વિદેશી દર્દીઓ પંચકર્મ જેવી વિશિષ્ટ પદ્ધતિથી સ્વાસ્થ્યલાભ લઈ રહ્યા છે, જ્યારે રશિયા અને જાપાન સહિતના દેશોના સંશોધકો પરંપરાગત ઔષધિ વિજ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. રશિયાના સંશોધક ડૉ. નાન્યા જૈતાન આયુર્વેદિક આહાર નિયમો થકી રોગમુક્ત જીવનશૈલીની હિમાયત કરે છે, તો જાપાનના ડૉ. નાઓકો કામેમોરી ‘ક્ષારસૂત્ર’ પદ્ધતિ પર સંશોધન કરીને પોતાના દેશમાં તેનો વ્યાપ વધારવા માટે પ્રયત્નશીલ છે.

ITRA સાથે સંકળાયેલા 600થી વધુ નિષ્ણાતો વિશ્વના 69 દેશોમાં સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, છેલ્લાં 6 વર્ષમાં અહીં 18 લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને 27 હજારથી વધુ ઇનડોર દર્દીઓએ વિનામૂલ્યે સારવાર તેમજ દવાઓનો લાભ લીધો છે. પ્રાચીન જ્ઞાન અને આધુનિક સંશોધનના સમન્વયથી જામનગર હવે આયુર્વેદિક ‘વેલનેસ ટૂરિઝમ’નું મહત્વનું કેન્દ્ર બન્યું છે. આ પરિવર્તન સ્થાનિક સ્તરે ઔષધિ ઉત્પાદન અને રોજગારીની નવી તકોનું સર્જન કરીને વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે.