વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ-2026 દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા દળોના શૌર્યને સમર્પિત રહેશે. જેમાં આ વર્ષની પરેડમાં ‘નક્સલ મુક્ત ભારત’ અને ‘વિવિધતામાં એકતા’ના સંદેશને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે.
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા પરેડ-2026નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપત્શિતીમાં આ વર્ષની પરેડમાં વિશેષ આકર્ષણ તરીકે નક્સલવાદ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર ડોગ સ્ક્વોડને સ્થાન આપવામાં આવ્યું છે.
સુરક્ષા દળોના આ વફાદાર સાથીઓની ઉપસ્થિતિ દેશની આંતરિક સુરક્ષામાં પ્રાણીઓના અમૂલ્ય યોગદાન અને રાષ્ટ્રસેવાના ભાવને ઉજાગર કરશે. આધુનિક સુરક્ષા વ્યવસ્થામાં ડોગની તીક્ષ્ણ સૂંઘવાની ક્ષમતા, તાલીમ અને શિસ્ત કેટલી મહત્વપૂર્ણ છે તેનો સંદેશ પણ આ ડોગ સ્ક્વોડ આપશે.
પરેડમાં વિવિધ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટ કરશે. પોલીસ બેન્ડ, મોટરસાયકલ પ્રદર્શન, આકર્ષક ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડની ભવ્યતામાં વધારો કરશે.
આ વખતે નક્સલ વિરોધી કામગીરી સાથે સંકળાયેલા ડોગ સ્ક્વોડની ઉપસ્થિતિ સુરક્ષા દળોની કાર્યક્ષમતા અને આત્મનિર્ભરતાને વિશેષ રીતે રજૂ કરશે. આ ઉપરાંત NCCના કેડેટ્સ પણ ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને ઉજાગર કરશે.
