ભાવનગર જિલ્લા શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી ભાલ વિસ્તારના સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૨૫૧ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ૭૫ પુસ્તકો ભેટ આપવામા આવ્યા હતા.
આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડિકલ વેનનો વિશેષ ઉપયોગથી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમના ડૉ. અરવિંદ ત્રિવેદી, રમેશ પરમાર, રેખા ભટ્ટ, પ્રીતિ ભટ્ટ, દીપા જોષી તથા નિરમા લિમિટેડના દર્શન પટેલ અને ગામના સરપંચ ભરતભાઈ તથા આચાર્ય વિશાલભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંકલન હિના ભટ્ટ, રાજુ મકવાણાએ કર્યું હતું.
