/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/25162813/86-01-e1601031516114.jpeg)
જુનાગઢની એક મહિલા ઘરેલું હિંસાથી કંટાળી ત્રાસથી બચવા માટે ઘરે કોઈને જાણ કર્યા વગર ભાવનગરઆવી ગઈ હતી, ત્યારે ભાવનગર આવતા સાંજ પડી જતા ભાવનગરમાં કશું જોયું ન હોવાથી ગભરાયેલ હાલતમાં વિદ્યાનગરવિસ્તારમાં આમતેમ એકલી ફરતી હતી. મહિલાને ગભરાયેલી હાલતમાં જોઈ કોઈ સેવાભાવી વ્યક્તિએ મહિલાનીપૂછપરછ કરી મહિલાને મદદ કરવા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઈનને જાણ કરી હતી. પરંતુ 181અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા પીડિતાના પ્રશ્નનું નિરાકરણ ન આવતા મહિલાને “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી.
શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર, સર ટી હોસ્પિટલ, ભાવનગર (ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય. ગાંધીનગર)ના કર્મચારીઓ દ્વારા પીડિતાની વ્યથા સાંભળી તેને આશ્વાસન આપી આશ્રય આપવામાં આવ્યું હતું. જોકે પીડિતાના જણાવ્યા અનુસાર, તેના લગ્ન 2 વર્ષ પહેલા થયેલા છે અને તેને એક બાળક પણ છે. લગ્ન બાદ બન્ને પતિ-પત્ની સુરત ખાતે રહેતા હતા. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીના કારણે તેઓ તેમના વતન જુનાગઢ આવી સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. તો તેમના જેઠાણી, સાસુ અને પતિ દ્વારા કામની બાબતમાં ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. એક દિવસ પીડિતાને તબિયત સારી ન હોવાથી ઘરનું બધું જ કામ કરી સુતા હતા, ત્યારે પીડિતાના પતિએ ઝઘડો કરી માર મારી ઘરેથી નીકળી જવા કહ્યું હતું. તેથી પીડિતાએ આ વાતની જાણ તેના પિયરમાં પણ કરી હતી. પરંતુ પિયર દ્વારા પણ તેને કોઈ મદદ ન મળતા આખરે કંટાળીને ત્રાસથી બચવા માટે ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. જોકે ભાવનગર આવી કશું જોયું ન હોવાથી ભૂલા પડી ગયેલ, ત્યારે પીડિત મહિલાની વ્યથા સાંભળી “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-2005 વિશે માહિતી આપી કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. પરંતુ પીડિતા હાલ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છાતી ન હોવાથી “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પીડિત મહિલાના પતિનો સંપર્ક કરી જુનાગઢથી ભાવનગર બોલાવેલ અને બન્નેને સમજાવી સમાધાન કરાવ્યુ હતું. જોકે પીડીતાના પતિએ પોતાની ભૂલ સ્વીકારેલ અને હવે પછી આવી ભૂલ ફરી વખત નહી કરે તેવી બાહેધરી પણ આપી હતી, ત્યારે પતિએ તેની પત્નીને લઇ જવા ઈચ્છતા હતા અને પીડિતા પણ રાજીખુશીથી તેમના પતી સાથે જવા માંગતા હોવાથી પીડિતાને તેમના પતિને સોપેલ અને સુખ:દ સમાધાન કરાવી પતિ સાથે પુન: મિલન કરાવ્યુ હતું. અંતમાં પીડિતાના પતી દ્વારા સેન્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.