/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/19182525/maxresdefault-274.jpg)
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં ગતરાત્રીના સમયે લૂંટના ઇરાદે એક વૃદ્ધની હત્યા કરવામાં આવી
હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવની જાણ થતા જ પોલીસ
કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં ધજાગરાવાળી શેરીના
એક મકાનમાં એકલા રહેતા દિલીપ પટેલ નામના વૃદ્ધની હાથ-પગ
તેમજ મોઢાના ભાગને બાંધી દઈ છાતીના ભાગે તીક્ષ્ણ
હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘરમાં
રહેલા કબાટમાંથી વસ્તુ વેરવિખેર હાલતમાં મળી આવતા આ
અંગેની જાણ પોલીસને જાણ કરવામાં
આવી હતી. લૂંટ વિથ મર્ડરની
ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે પંચનામું કરી વૃદ્ધના મૃતદેહને
પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે લૂંટ વિથ મર્ડરની આશંકા સાથે હત્યાનો ભેદ
ઉકેલવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા એલસીબી-એસઓજીની ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી છે, જેથી ગણતરીના કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલાઇ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.