ભાવનગર એસઓજીની મોટી કાર્યવાહી

નશાકારક કફ સીરપના વેપલાનો પર્દાફાશ 

કફ સીરપના જથ્થા સાથે યુવક ઝડપાયો

90 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

કફ સીરપના સપ્લાયર સામે પણ ગુન્હો દાખલ

ભાવનગરમાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણ સામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરી છે,અને એક શખ્સની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીતળાવ નાળા પાસેથી SOG એ બાતમીના આધારે 32 વર્ષીય અકરમ વડદરીયાને કોડીન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપ સાથે ઝડપી લીધો છે.

પોલીસે આરોપી પાસેથી 12,600  રૂપિયાની કિંમતની 84 બોટલ કફ સીરપ, બે મોબાઈલ અને 47,700 રૂપિયાની રોકડ મળી કુલ 90,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પૂછપરછમાં આ સીરપ સરફરાઝ કુરેશી પાસેથી મેળવ્યાની કબુલાત કરતા પોલીસે અકરમ વડદરીયા અને સરફરાઝ કુરેશી સામે NDPS અને BNS કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.