બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં 17 જિલ્લાઓમાં 94 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 53.51 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બીજા તબક્કામાં રાજ્યના 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું.
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 2.85 કરોડ મતદારો માટે 41,362 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં 1,463 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં1316 પુરૂષ,146 મહિલા અને એક થર્ડ જેન્ડર સામેલ છે.
આ તબક્કામાં રાજદ નેતા તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ, શત્રુધ્ન સિન્હાના પુત્ર લવ સિન્હાની કિસ્મત દાવ પર છે. આ સિવાય આ તબક્કાની ચૂંટણીમાં પ્લુરલ્સ પાર્ટીની અધ્યક્ષ પુષ્પમ પ્રિયા ચૌધરીના ભવિષ્યનો ફેંસલો ઈવીએમમાં કેદ થયો છે.
આ તબક્કાની ચૂંટણીમાં રાજદના 56 તો જેડીયૂના 43 ઉમેદવાર સિવાય ભાજપના 46, કૉંગ્રેસના 24, સીપીઆઈના ચાર, સીપીએમના ચાર લોજપાના 52 તથા રાલોસપાના 36 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
બિહાર : વિધાનસભાની બીજા ચરણની 94 બેઠકો માટે સરેરાશ 53 ટકા મતદાન
New Update