બિહાર: મહાગઠબંધનનું ઘોષણા પત્ર, તેજસ્વીનું વચન - પ્રથમ હસ્તાક્ષર 10 લાખ નોકરીના નિર્ણય પર થશે

New Update
બિહાર: મહાગઠબંધનનું ઘોષણા પત્ર, તેજસ્વીનું વચન - પ્રથમ હસ્તાક્ષર 10 લાખ નોકરીના નિર્ણય પર થશે

બિહાર ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ પોતાના વચન પત્રો રજૂ કરવાનું શરૂ કર્યું છે. પ્રજાને વાયદાઓ કરી વોટ મેળવવાની પરંપરામાં મહાગઠબંધને પોતાનું ઘોષણા પત્ર રજૂ કર્યું છે. દરમિયાન મહાગઠબંધનના મુખ્યમંત્રીના ઉમેદવાર તેજસ્વીએ નોકરીના વાયદા સાથે કહ્યું કે પહેલી સહી 10 લાખ નોકરીના નિર્ણય પર થશે.

બિહારની ચૂંટણીને લઈને આતુરતા જોવા મળી રહી છે. પટણામાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે મહાગઠબંધને આજે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે. ઘોષણા દરમિયાન મહાગઠબંધનના મુખ્યમંત્રીના ઉમેદવાર તેજસ્વી યાદવે બેરોજગારોને નોકરી આપવાની મોટી જાહેરાત કરી હતી. તેજસ્વી કહ્યું કે સરકાર બનવાની સહતે જ RJDપ્રથમ સહી 10 લાખ નોકરીઓના નિર્ણય પર કરાશે. ઢંઢેરાની જાહેરાત પ્રસંગે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવે સત્તાધારીઓ પર પ્રહાર કરતાં કહ્યું કે, બિહારમાં અત્યારસુધી કેન્દ્રની ટીમે આવીને નથી જોયું કે, પૂરથી કેટલા લોકો પ્રભાવિત થયા છે, એવું લાગે છે કે બસ ખુરશી મેળવવા દરેક લોકો દોડમાં વ્યસ્ત છે

ઘોષણા પત્રની જાહેરાત દરમિયાન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે જો અમે તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળ સરકાર બનાવીશું, તો અમે કૃષિ વિરોધી ત્રણ કાયદાઓને ખતમ કરવા માટે પ્રથમ વિધાનસભા સત્રમાં બિલ પસાર કરીશું.

તેજસ્વી યાદવે કહ્યું કે, અત્યાર સુધી કેન્દ્રની ટીમ બિહારમાં આવી નથી અને જોયું નથી કે પૂરથી કેટલા લોકોને અસર થઈ છે, એવું લાગે છે કે દરેક ખુરશી મેળવવાની રેસમાં વ્યસ્ત છે. લોકો મોટી મોટી વાતો કરે છે કે મારું કામ મેવાનું નથી, સેવાનું છે. પરંતુ મેવા માટે બિહારમાં 60 કૌભાંડો થયા છે.

રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ત્રણ ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે, એક જેડીયુ અને ભાજપનું જોડાણ છે જે તમે જુઓ છો, એક ગઠબંધન છે ભાજપ અને એલજેપીનું, જે તમે સમજો છો, અને ત્રીજું ગઠબંધન છે ભાજપ અને ઓવૈસી સાહેબનું, ત્રણ ગઠબંધન સાથે ભાજપ આ બિહારની ચૂંટણીમાં ઉતરી છે.

Latest Stories