બિહાર : ક્યારેક વાંસળી, તો ક્યારેક બોટ, તેજપ્રતાપ અલગ અંદાજમાં માંગી રહ્યો છે વોટ

બિહાર : ક્યારેક વાંસળી, તો ક્યારેક બોટ, તેજપ્રતાપ અલગ અંદાજમાં માંગી રહ્યો છે વોટ
New Update

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સમસ્તીપુર જિલ્લાના હસનપુરની ખૂબ ચર્ચા છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના લાલ તેજ પ્રતાપ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ ચૂંટણી પ્રચારની અનન્ય પદ્ધતિઓને કારણે હસનપુર વિધાનસભા મતક્ષેત્રમાં પણ ખૂબ ચર્ચામાં છે. તેજ પ્રતાપ ક્યારેક બોટ પર ચઢે છે. ક્યારેક કારની ટોચ પર બેસી જાય છે. ક્યારેક વિડિયો કોલથી મળે છે તો ક્યારેક વાંસળી વગાડે છે.

તેજ પ્રતાપ યાદવ ઉમેદવારી નોંધાવ્યા બાદ હસનપુર વિધાનસભા મત વિસ્તારના દરેક ગામમાં જઈ રહ્યા છે. તેજપ્રતાપની નવી તસવીરો હવે બહાર આવી રહી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં આ અભિયાન દરમિયાન તેજ પ્રતાપ યાદવે વાહન પર બેસીને વાંસળી વગાડી હતી. લાઉડ સ્પીકર્સના માધ્યમથી લોકોને વાંસળીના મેલોડી સંભળાવી હતી. જે લોકોને ખૂબ ગમી હતી.

હસનપુર બેઠકના બિથાન વિસ્તારના ચાર ગામોમાં, તેઓ નાના બાળકો વાળી સાયકલ લઇને પ્રચાર શરૂ કરી દીધો હતો. તે બિથાન, મરથુઆ, ઉઝાન, બટરડીહા ગામોમાં પ્રચાર કરવા ગયા હતા. આ દરમિયાન, તેમની આસપાસ લોકોનો જમાવડો થઈ ગયો હતો.

તેજપ્રતાપ યાદવ બોટ પર સવાર થઈને પણ પ્રચાર કરવા પહોંચ્યા હતા. પૂરનાં પાણીની વચ્ચે બોટમાં બેસીને ગામ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મને એકવાર તક આપો, બિથાનને જિલ્લા જેવી સડક સુવિધાજનક બનાવી દઈશ. બોટ જ નહીં તેજપ્રતાપ ટ્રેક્ટર પર પણ સવાર થઈ ગયા હતા. હસનપુર વિધાનસભાના એક ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 2 વીઘા જમીનમાં ટ્રેક્ટર ફેરવી ખેતર ખેડી નાખ્યું હતું. આ સિવાય જ્યારે તે ખેડૂતના ઘરે પહોંચ્યો ત્યારે તેણે ત્યાં ગાયનો ઘાસચારો પણ કાપી આપ્યો હતો. હાલના દિવસોમાં બિહારમાં ચૂંટણીનો રંગ જામ્યો છે. જ્યાં રાજનેતાઓ વોટ માટે દરેક તરકીબ આજમાવી રહ્યા છે. દરેક પાર્ટી વાયદા અને વચનો ભરપૂર કરી રહ્યા છે.

#Lalu Prasad Yadav #RJD #Connect Gujarat News #Tej Pratap Yadav #Vidhansabha Election #Bihar News #Bihar Election
Here are a few more articles:
Read the Next Article