BJP  દ્વારા યુપીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો , જાણો શું કહ્યુ અમિત શાહે 

New Update
BJP  દ્વારા યુપીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો , જાણો શું કહ્યુ અમિત શાહે 

આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે તમામ પક્ષો પોતાની પાર્ટીના પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે યુપીમાં ચૂંટણી ઢંઢેરો બહાર પડયો હતો. જેમાં ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. તેમજ જો સત્તામાં આવશે તો બંધારણ મુજબ રામમંદિરનું નિર્માણ કરવાનું પણ જણાવ્યુ હતુ.

અમિત શાહે કરેલ જાહેરાતોમાં ગરીબ કલ્યાણ કાર્ડ આપવાની , ઓછા ભાવે ગરીબોને 24 કલાક વીજળી , રાજ્યના 6 શહેરોમાં હેલીકૉપટર સેવાઓ , મેટ્રો ટ્રેન , મેડિકલ કોલેજ , મહિલા પોલીસ સ્ટેશન તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી જાહેરાતો કરવામાં આવી હતી.

આ ઢંઢેરામાં મહિલાઓ , ગરીબો , યુવાઓ પર વધુ ભાર મુકવામાં આવ્યો હતો.