ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ 12 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે. રાધનપુરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપી છે.

Delete Edit

હિંમતનગરથી વીડી ઝાલાને ટિકિટ આપી છે. ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલને ટિકિટ મળી છે. કલોલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ બકાજી ઠાકોર, વટવા બેઠક પરથી બાબુસિંહ જાદવ, પેટલાદ બેઠક પરથી કમલેશ પટેલ, મહેમદાબાદથી અર્જૂન સિંહ ચૌહાણને ટિકિટ મળી છે. ઝાલોદ બેઠક પરથી મહેશ ભૂરિયાને ટિકિટ મળી છે. જેતપુર બેઠક પરથી જયંતીભાઈ રાઠવાને ટિકટ મળી છે. સયાજીગંજ બેઠક પરથી કેયુર રોકડિયાને ટિકિટ મળી છે.