New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/17114126/image-11.png)
હિમાચલ પ્રદેશના મંડીના ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ હાલતમાં અવસાન થયું છે, જોકે આત્મહત્યાની આશંકા સેવાઇ રહી છે. આ ઘટના સાંસદના દિલ્હી નિવાસસ્થાનની છે, જે દિલ્હીની આરએમએલ હોસ્પિટલની નજીક આવેલ છે. આત્મહત્યાનું કારણ હાલમાં બહાર આવ્યું નથી, પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 62 વર્ષીય સાંસદે જાતે જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તે લાંબા સમયથી બીમાર હતા. જાણવા મળ્યું છે કે સાંસદ દરરોજ સવારે 6 કે 6.30 વાગ્યે જાગતા હતા, પરંતુ આજે જ્યારે તેઓ 6.30 વાગ્યા સુધી જાગ્યા નહીં, ત્યારે તેમના પીએ એ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જાણકારી મળી છે કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દરવાજો તોડ્યો તો તે પંખા સાથે લટકેલ હાલતમાં મળી આવ્યા. તેના ઘરમાંથી ઘણી બધી દવાઓ પણ મળી આવી છે.
Latest Stories